GSRTC વડોદરા ભરતી 2024
GSRTC Vadodara Recruitment 2024 (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) – એપ્રેન્ટીસ જગ્યા
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એપ્રેન્ટીસ જગ્યા માટેની ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે. જે લોકો એ 10+ITi કરેલું છે તેવા લોકો માટે આ મોટી જાહેરાત છે. એપ્રેન્ટીસ જગ્યા માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ લેખમાં શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પસંદગીની પ્રક્રિયા, અરજી કરવાની રીત અને મહત્વની તારીખો જેવા તમામ જરૂરી વિગતો નીચે આપવામાં આવી છે. અરજદારો ikhedurinfo.com પરની નવીનતમ અપડેટ્સ માટે નિયમિત મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

GSRTC Vadodara Recruitment 2024
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) |
જગ્યાનું નામ | એપ્રેન્ટીસ |
ખાલી જગ્યાઓ | 222 |
નોકરીનું સ્થાન | વડોદરા, ભારત |
લાયકાત | 10+ITI |
ઉમર મર્યાદા | 18 વર્ષ કે તેથી વધુ |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ આધારિત |
છેલ્લી તારીખ | 05/10/2024 |
શૈક્ષણિક લાયકાત
– ઉમેદવાર 10+ITI પાસ હોવો જોઈએ (નક્કી કરેલા ટ્રેડમાં).
ઉંમર મર્યાદા
– ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
– ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
GSRTC વડોદરા ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી
ગુ.રા.મા.વા.વ્ય. (ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ), વડોદરા વિભાગના જુદા જુદા ડેપોમાં કુલ 222 એપ્રેન્ટીસ (ઉંમર 18 વર્ષથી વધુ) માટે નક્કી કરેલા ટ્રેડમાં ITI પાસ લાયકાત ધરાવતા અરજદારો વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને પ્રોફાઈલની હાર્ડકોપી મેળવીને અરજી કરી શકશે.
નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.
– અરજદારો વડોદરા વિભાગની કચેરીથી રેસકોર્સ, વડોદરા ખાતે પોતાના ખર્ચે રૂબરૂમાં કચેરીએ આવીને 05/10/2024 સુધીમાં કામકાજના દિવસોમાં 11:00 થી 15:00 કલાકની વચ્ચે Rs. 5 અરજી ફી ચુકવીને અરજી પત્રક મેળવી શકશે.
– સમય મર્યાદા બાદ અરજી પત્રક આપવામાં આવશે નહીં.
નોંધ: અગાઉ એપ્રેન્ટીસ તાલીમ લીધી હોય તેવા અરજદારો અરજી કરી શકશે નહીં.