ખેડૂતો માટે ikhedut Portal ખુલ્લું: સહાય મેળવવા માટે અરજી કરો 2024

ખેડૂતોને ખેતીના સાધનો માટે સહાય મેળવવા માટે ikhedut portal 21 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2024 સુધી ખોલવામાં આવશે. જિલ્લામાં અરજી કરવાની અલગ અલગ તારીખ હોવાથી ખેડૂત ભાઈઓ ખાસ કાળજીપૂર્વત અરજી કરી લે જે થી સમયમયાદા પૂર્ણ ના થાય. નીચે સપૂર્ણ તારીખ / સમય/ જિલ્લા ની યાદી આપી છે ખાસ તમે જોઈ લેજો. જિલ્લાના ખેડૂતો આ ikhedut portal પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓફિશ્યિલ લિંક નીચે આપેલ છે આથી આ યોજના અંતર્ગત, ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકશે , આવી જ માહિતી જોવા માટે નિયમિત હમારી વેબસાઈટ ikhedutinfo .com જોતા રહીયો , ખેડૂતો ને અરજી ની પ્રક્રિયા ને જરૂરી ડોક્યુમેન્ટ ને વિગત વાર સંપૂણ સમજાવ્યુ છે, તો તમે અંતઃ સુધી લેખ વાંચો એવી આપીલ છે..

Ikhedut Portal અરજી ના જરૂરી મુદ્દા ને વિગતો

મુખ્ય મુદ્દાવિગતો
iKhedut portal સમયગાળા29 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર
લાભાર્થી જિલ્લોખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ
કઈ યોજનાઓ માટે અરજીખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ
આવશ્યક દસ્તાવેજોસાતબાર ઉતારો, 8 અ, આધાર કાર્ડ, બેંક પાસબુક (KYC)
અરજી કરવાની જગ્યાiKhedut portal, પંચાયત ઓફિસ (તલાટી કમ મંત્રી) અથવા મોબાઈલ એપ્લિકેશન
અરજી કરવી કેમ જરૂરી છેસહાય મેળવી સાધન ખરીદી શકવું
સહાય મળતી યોજના અને સાધનોખેત ઓજાર, એગ્રો સર્વિસ, ફાર્મ મશીનરી બેંક, તાડપત્રી, સોલાર પાવર, પંપ સેટ્સ, વગેરે
ખેડૂતો માટે ikhedut Portal ખુલ્લું: સહાય મેળવવા માટે કરો અરજી 2024

અરજી પ્રક્રિયા અને દસ્તાવેજો: Ikhedut Portal

આ યોજના માટે અરજી કરવા માટે ખેડૂતને ikhedut portal વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહી અરજી કરવાની તમામ પ્રક્રિયા સરળ અને સીધી છે, પરંતુ અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

  • – સાતબાર ઉતારો (ચાલુ વર્ષનો)
  • – 8 અ નકલ
  • – આધાર કાર્ડની નકલ
  • – બેંક પાસબુક (KYC થઈ હોય તેવી)

અરજી કરવા બાદ, ખેડૂતોએ અરજીની પ્રિન્ટ, સાથે જરૂરી દસ્તાવેજો, ખેતીવાડી કચેરી માં નિયત સમયમર્યાદામાં મોકલવાની રહેશે.

અરજી ક્યાંથી કરી શકાય?

જો કોઈ ખેડૂત પાસે ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ ન હોય તો, તેઓ પોતાના ગામની પંચાયત ઓફિસમાં તલાટી કમ મંત્રી અથવા વીસીએ ની મદદથી આ અરજી કરી શકે છે. જો ખેડૂત મોબાઈલનો ઉપયોગ સારી રીતે જાણતા હોય તો મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ અરજી કરી શકાય છે.

ખેડૂતોએ કઈ યોજનાઓ માટે અરજી કરવી જોઈએ?

ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓમાં ખાસ કરીને ખેત ઓજારો અને ખેતી માટેની મશીનરી માટે સહાય આપવાની છે. તેમાં સમાવેશ થાય છે:

– ખેત ઓજાર

– એગ્રો સર્વિસ પ્રોવાઈડર

– ફાર્મ મશીનરી બેંક

– મિલેટ પ્રોસેસિંગ યુનિટ

– તાડપત્રી

– પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનો

– પંપ સેટ્સ

– સોલાર પાવર યુનિટ અથવા કિટ

– વોટર કેરીંગ પાઇપલાઈન

– રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર

આ પોર્ટલ દિન-7 માટે ઓન-લાઈન અરજીઓ માટે ખુલ્લું રહેશે, અને ખેડૂતોએ સમયસર અરજી કરવાની વિનંતી છે.

જિલ્લાવાર તારીખો:

ક્રમતારીખોસમયજિલ્લા
1૨૧/૦૯/૨૦૨૪ થી ૨૭/૦૯/૨૦૨૪10:30 AMરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ (કુલ ૬ જીલ્લા), સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ (કુલ ૫ જીલ્લા)
2૨૩/૦૯/૨૦૨૪ થી ૨૯/૦૯/૨૦૨૪10:30 AMઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર (કુલ ૪ જીલ્લા), જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ (કુલ ૬ જીલ્લા)
3૨૪/૦૯/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪10:30 AMમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી (કુલ ૫ જીલ્લા), વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા (કુલ ૭ જીલ્લા)

ખેડૂતોને વિનંતી છે કે તેઓ નોંધાયેલ તારીખો અને સમયમર્યાદામાં અરજી કરે.

સમય મર્યાદા:

ખેડૂતો માટે આ portal 21 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે, એટલે ખેડૂતોને વિનંતી છે કે, યોગ્ય સમય દરમિયાન અરજી કરી દેવી.

ખેડૂત મિત્રોએ આ તકનો લાભ લેવાનો છે, જેથી ખેતી માટે ઉપયોગી સાધનો સરળતાથી મેળવી શકે. ikhedut portal ખેડૂતોએ ખેતીમાં મદદરૂપ થવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે.

ઓફિશ્યિલ લિંકઅરજી ક્લિક કરો
હોમમાં પેજઅરજી ક્લિક કરો
Scroll to Top