હવે તમે ઘર બેઠા તમારા મોબાઈલ માંથી Aadhaar Card Online Update કરી શકો છો. આધાર કાર્ડ તમે જાતે જ સુધારો કરી શકો જેમ કે નામ ,જન્મ તારીખ,જાતિ સરનામું વગેરે તમે સુધારો કરી શકો છો. Aadhaar Card માં કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી આપેલ છે. તો તમે અંતઃ સુધી લેખ ને વાંચો. આવી જ માહિતી માટે ikhedutinfo.com નિયમિત મુલાકાત લો.
અત્યારના સમયમાં આધાર કાર્ડ બધી જ જગ્યા મહત્વપૂર્ણ છે. જેમાં સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. ડિજિટલ દુનિયા માં હવે થી તમારે તમારા Aadhaar Card Online Update કરાવવા માટે આધાર કાર્ડ સેંટરમાં લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ કે લેપટોપથી માત્ર ૫ મિનિટ માં સુધારણા કરી શકો છો. આ માટે, તમારે ઓફિશ્યિલ વેબસાઈટ પર જવું પડશે અને આધાર સુધારણા રીત પૂર્ણ કરવી પડશે.
Aadhaar Card Online Update કેવી રીતે કરવો તેની વિગતવાર સંપૂર્ણ માહિતી જેમ કે Aadhaar Card Online Update કેવી રીતે કરી શકું? Aadhaar Card માં ફેરફાર કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે? અમે તમને લેખ દ્વારા સંપૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ. જો તમે પણ Aadhaar Card Online Update કરાવવા માંગો છો, તો સંપૂર્ણ રીત ને સમજવા માટે અંત સુધી લેખ વાંચો.

આધાર કાર્ડ શું છે (What is Aadhaar Card?)
જેમ કે બધા ને ખબર છે કે આધાર કાર્ડ શું છે. Aadhaar Card એક જરૂરી દસ્તાવેજ છે. તે આપણી ઓળખ કાર્ડ તરીકે કામ કરે છે. આધાર કાર્ડ ભારત ના નાગરિક માટે હોવું જરૂરી છે. Aadhaar Card બનાવતી વખતે બહુ બધી વખત ભૂલો થાય જાય છે. જેમ કે, નામ અથવા અટક માં અક્ષાર માં ભૂલ હોય શકે . આવી સ્થિતિમાં પોતાનું Aadhaar Card Online Update કરવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને આધાર કાર્ડમાં તમારું નામ કેવી રીતે સુધારવું તેની સંપૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ.
આધારકાર્ડ UIDAI દ્વારા તેની સેવાઓમાં સરસ કરવામાં આવી છે. નવું આધારકાર્ડ , આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલવો, Aadhaar Card માં નામ સુધારો કરી શકાય છે. આ ઉપરાંત આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો તથા સરનામું પણ સુધારી શકો છો. તમે પણ જાતે આધાર કાર્ડમાં તમામ સુધારા-વધારા કર્યા પછી Aadhaar Card મોબાઈલ દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
લેખ નામ | આધાર કાર્ડ માં સુધારો કેવી રીતે કરવું |
ભાષા | ગુજરાતી અને English |
મુખ્ય ઉદ્દેશ | ભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા આધારકાર્ડ Download કરી શકે તેવો ઉદ્દેશ છે. |
લાભાર્થી | ભારતના તમામ નાગરિક |
કઈ માહિતી બદલી શકાય | વ્યક્તિનું નામ ,પિતાનું નામ ,મોબાઇલ નંબર , સરનામું ફોટો, જન્મ તારીખ , લિંગ (સ્ત્રી-પુરુષ). |
ઓફિશ્યિલ વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
અપડેટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
Aadhaar Card ના ફાયદા શું છે
દરેક જગ્યાએ આધાર કાર્ડનો લાભ મળે છે, તેથી Aadhaar Card બનાવવું ખૂબ જ મહત્વ છે. અમે નીચે આપેલ માહિતીમાં આધાર કાર્ડના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ.
1. ભારત સરકાર દ્વારા સરકારી નોકરી ની અરજી કરવા માટે Aadhaar Card જરૂરી છે.
2. આપણા ઘણા દસ્તાવેજ જેમ કે આવકનું પ્રમાણપત્ર, નિવાસી પ્રમાણપત્ર, પાન કાર્ડ વગેરે જેવા કોઈ દસ્તાવેજ બનાવવા માટે અરજી કરીએ છીએ, તો તેના માટે પણ આપણને આધાર કાર્ડની હોવું મહત્વ છે.
3. આધાર કાર્ડ દ્વારા તમે સરકારી અને બિનસરકારી, મોબાઈલ ફોન કનેક્શન, બેંકિંગ વગેરે જેવી સુવિધાઓ મેળવી શકો છો.
4 . Aadhaar Card દ્વારા તમને રેશન પણ મળશે.
5. આધાર કાર્ડ નંબર બધા માટે અલગ હોય છે.
6. Aadhaar Card ફિંગર પ્રિન્ટ બેઝ છે.
Aadhaar Card Online કઈ માહિતી બદલી શકાય છે?
- વ્યક્તિનું નામ
- પિતાનું નામ
- મોબાઇલ નંબર જનરેટ કરો
- સરનામું
- ફોટો
- જન્મ તારીખ
- લિંગ (સ્ત્રી-પુરુષ)
કેટલી વાર આધાર અપડેટ કરી શકો છો?
આધાર કાર્ડમાં, તમે બે વાર નામ બદલી કરી શકો છો, એકવાર જન્મ તારીખ, એકવાર તમારા લિંગ માહિતી.
આધાર કાર્ડ સુધારણા માટે જરૂર દસ્તાવેજો
Aadhaar Card બનવા માટે કે સુધારો કરવા માટે કરવા જરૂરી દસ્તાવેજ નીચે આપેલ છે.
- મતદાર આઈડી
- ડ્રાયવીંગ લાઇસન્સ
- પાન કાર્ડ
- 10મી/12મી માર્કશીટ
- રેશન કાર્ડ
- યુનિવર્સિટી માર્ક શીટ
- બેંક એકાઉન્ટ
- ક્રેડીટ કાર્ડ
- અપંગતા ઓળખ કાર્ડ
- છેલ્લા ત્રણ મહિનાનું વીજ બિલ
આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે અપડેટ કરવું?
Step 1: સૌ તમારા બ્રાઉઝરમાં ગૂગલ પર UIDAI સર્ચ કરો.
Step 2: વેબસાઇટની ડાબી બાજુએ મેનૂમાંથી My Aadhar પસંદ કરો.
Step 3: પછી વેબસાઇટની ઉપર ડાબી મેનૂમાંથી update demographics data વિકલ્પ પસંદ કરો.
Step 4: તમારે લોગિન કરવું પડશે જેના માટે તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે. પછી કેપ્ચા પણ કરવા પડશે.
Step 5: હવે નંબર પર એક OTP આવશે જે તમારે અહીં એન્ટર કરવાનો રહેશે.
Step 6: પછી તમારે અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. પછી તેમાં એક પેજ ખુલશે
Proceed to Update Aadhaar પર ક્લિક કરો.
Step 7: હવે તમારે જે અપડેટ કરવું છે તે પસંદ કરવાનું રહેશે. આમાંથી તમારે એડ્રેસ સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી, ફરી એકવાર Proceed to Update Aadhaar પર ક્લિક કરો.
Step 8: પછી તમારે તમારું નવું સરનામું દાખલ કરવું પડશે અને તમારે નીચેના સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
સ્ટેપ 9: પછી તમારે Next પર ક્લિક કરવાનું રહેશે. તમારા દ્વારા અપડેટ કરેલી બધી માહિતી ને તપાસો અને પછી રૂ. 50 ની ચુકવણી કરો.
સ્ટેપ 10: આ પછી તમારું કામ થઈ જશે અને તમારું આધાર સરનામું બદલાઈ જશે.
લગ્ન પછી આધાર કાર્ડ માં કેવી રીતે અટક બદલવી?
લગ્ન પછી તમે તમારું Aadhaar Card Online Update અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો. હકીકતમાં લગ્ન પછી છોકરીઓ પોતાના પતિનું નામ પોતાની સાથે જોડે છે. આજકાલ મોટાભાગના લોકો આવું કરે છે, પરંતુ જો તમે તેને ઓફિશ્યિલ રીતે બદલવાનું વિચારી રહ્યા છો, તો તેને બધા દસ્તાવેજોમાં પણ અપડેટ કરવું જરૂરી છે, નહીં તો તમારા ઘણા કામ અટકી શકે છે. તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડમાં નામ બદલવું એ એક સરળ પ્રક્રિયા છે, જેને અનુસરીને તમે દસ્તાવેજો પણ અપડેટ કરી શકો છો.
આધાર કાર્ડમાં અટક ઓનલાઈન બદલો
Step 1: સૌ પ્રથમ તમારે UIDAI ની ઓફિશ્યિલ વેબસાઇટ ની મુલાકાત લેવી પડશે.
Step 2: વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમારે આધાર નંબર સાથે સાઇન-ઇન કરવું પડશે.
Step 3: આ પછી, નામ બદલવાનો વિકલ્પ પસંદ કરીને, તમારી અટક બદલો. તમને જણાવી દઈએ કે, તમે નામ અને અટક બંને પણ બદલી શકો છો.
Step 4: અટક બદલવા માટે, તમારે વિનંતી કરેલ તમામ દસ્તાવેજો સબમિટ કરવા પડશે, તે પછી ‘ઓટીપી મોકલો’ વિકલ્પ પસંદ કરો.
Step 5: તમે તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP દાખલ કરો કે તરત જ નામ બદલવાનું ફોર્મ સબમિટ કરવામાં આવશે.
આધાર કાર્ડમાં જન્મતારીખ કેવી રીતે અપડેટ કરવી?
Step 1: Aadhaar Card Online Update કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
Step 2: આ વેબસાઈટ અપડેટ પહેલા તમારે 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી, કેપ્ચા ભરવાનું રહેશે.
Step 3: ત્યારબાદ ‘Send OTP’ પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. તેને OTP માટે આપવામાં આવેલી ખાલી જગ્યામાં સબમિટ પર ક્લિક કરો.
Step 4: આ રીતે તમારું લોગિન કાર્ય પૂર્ણ થઈ જશે, તમે તમારી સ્ક્રીન પર તમારી આધાર વિગતોની સંપૂર્ણ માહિતી જોઈ શકશો.
Step 5: આમાં તમારી પાસે જન્મ તારીખ અપડેટ કરવાનો વિકલ્પ હશે.
Step 6: તેને સમર્થન આપવા માટે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
Step 7: તે પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. આ પછી તમારું Aadhaar Card Online Update કરવાનું કામ પૂર્ણ થઈ જશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને એક મેસેજ પણ મોકલવામાં આવશે.
આધાર કાર્ડ માં જાતી કઈ રીતે સુધારવી?
આધાર સુધારણા માટેના કેટલાક નિયમો ઘણા કડક છે. ઉદાહરણ તરીકે, જો જન્મતારીખ અને લિંગ લખવામાં ભૂલ હોય, તો તેને સુધારવાની એક જ તક છે. તેની પ્રક્રિયા પણ મુશ્કેલ છે. આથી જન્મતારીખ લખવી હોય કે લિંગમાં પુરુષ કે સ્ત્રી માટે M અને F દાખલ કરવી, આ કામ હંમેશા સાવધાનીથી કરવું જોઈએ.
ઘણી વખત એવી ફરિયાદો આવે છે કે આધાર બનાવનાર વ્યક્તિએ ફોર્મમાં સાચું લખ્યું છે, પરંતુ આધાર કેન્દ્રની વ્યક્તિની ગરબડ ના લીધે લોકોને સહન કરવું પડે છે. આ માટે લોકો એક વખત સુધારો કરે છે, પરંતુ ભૂલ થયા પછી પણ તેમાં સુધારો કરવો મુશ્કેલ બની જાય છે. બીજી વખત જ્યારે તમે ઓનલાઈન સુધારા કરવા જશો, ત્યારે તમને આધાર વેબસાઈટ પર એક લિંક મળશે કે તમે લિંગ અપડેટની મર્યાદા વટાવી દીધી છે. તેથી, સુધારાઓ ફરીથી ઓનલાઈન થઈ શકશે નહીં.
આધાર કાર્ડ માં જાતી નો સુધારો કેવી રીતે થાય છે?
આધાર હેલ્પ સેન્ટર આ સુધારા વિશે જણાવે છે કે લિંગ સુધારણા માટે માત્ર એક તક આપવામાં આવે છે. જો એકદમ જરૂરી હોય તો અપવાદો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટે, અરજદારે કોઈપણ આધાર કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં લિંગમાં ફેરફાર માટે વિનંતી કરવી પડશે.
જો આધાર કેન્દ્ર પર વિનંતી નકારી કાઢવામાં આવે છે, તો અરજદારે 1947 પર કૉલ કરવો પડશે. જો અરજદાર ઈચ્છે તો help@uidai.gov.in પર પત્ર લખી શકે છે. પત્રમાં ‘અપવાદ અપડેટ’ નો ઉલ્લેખ કરવાનો રહેશે અને તેમાં વિનંતી નંબર દાખલ કરવાનો રહેશે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો આધાર અથવા UIDAI ને લાગે છે કે વિનંતી માન્ય છે, તો તેને સુધારવામાં આવશે. નહિંતર, વિનંતી પણ નકારી શકાય છે.
સમાપ્તિ
Aadhaar Card Online Update કરવો હવે સરળ થઈ ગયો છે. તમને આ લેખમાં આપવામાં આવેલ વિગતોને અનુસરીને અને આપવામાં આવેલ પગલાંઓને અનુસરીને પોતાનું Aadhaar Card ઝડપથી અને સરળતાથી અપડેટ કરી શકાય છે. ઘર બેઠા, મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરીને તમે અહીં દર્શાવેલા પ્રક્રિયા દ્વારા બધા જરૂરી ફેરફારો કરી શકો છો. આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડમાં સાચી માહિતી હોવું અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી તમે સરકારી અને ખાનગી સેવાઓનો લાભ લઈ શકો.આવી જ માહિતી માટે ikhedutinfo.com નિયમિત મુલાકાત લો.
મહત્વની લીંક
ઓફિશ્યિલ વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
અપડેટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |