ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ, પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમના ઓનલાઈન અરજીઓ Digital Gujarat Portal દ્વારા સ્વીકારવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર હેઠળ વિવિધ વિભાગો કામ કરે છે.
આપણા વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર. અમે હંમેશા ભારત અને ગુજરાતમાં સરકારી યોજના , સરકારી નોકરી અને , લેટેસ્ટ ન્યૂઝની નવી અપડેટ્સ આપે છે. નવી અપડેટ્સ માટે અમારી ikhedutinfo.com વેબસાઇટની વારંવાર મુલાકાત લો.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ
ડિજીટલ શિષ્યવૃત્તિ ગુજરાત ખાસ કરીને ગુજરાતના આર્થિક રીતે નબળા, દરેક વર્ગના વિદ્યાર્થીઓ માટે મદદરૂપ બનવા માટે તૈયાર કરાઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક સહાય પ્રદાન કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું છે.
Digital Scholarship Gujrat – માહિતી
આર્ટિક્લનું નામ | Digital Scholarship Gujrat 2024-25 |
લાભાર્થીઓ | પાત્રતા ધરાવતા ગુજરાતી વિદ્યાર્થીઓ |
હેલ્પલાઇન નંબર | 18002335500 |
અરજી કરવાની રીત | online |
અરજી કરવાની તારીખ | 09/10/2024 |
છેલ્લી તારીખ તારીખ | 10/11/2024 |
ઓફિશિયલ વેબસાઈટ | નીચે આપેલ છે |
Digital Scholarship Gujrat માટે પાત્રતા
આ યોજનાનો લાભ રાજ્યમાં રહેનાર ગુજરાતના નાગરિકોને મળે છે. આ યોજનામાં માત્ર તેમને જ લાભ મળે છે જેમણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અથવા અન્ય કોઇ સહાય મેળવેલ નથી. આ સ્કોલરશીપ મેળવવા માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની જરૂર પડે છે.
Digital Scholarship Gujrat માટે જરૂરી દસ્તાવેજો
દસ્તાવેજ | વિગત |
જાતિનો દાખલો | અધિકારીશ્રીની મંજુરીથી |
આવકનો દાખલો | સક્ષમ અધિકારીશ્રી દ્વારા |
ધોરણ 10ની માર્કશીટ | અનુસ્નાતક સુધી |
બેંક પાસબુક | વિદ્યાર્થીઓના ખાતાની |
આધાર કાર્ડ | નકલ આવશ્યક |
હોસ્ટેલ સર્ટિફિકેટ | જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય |
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી?
સ્ટેપ1:- Digital Gujarat Portal પર Google માં શોધ કરો.
સ્ટેપ2:- Digital Gujarat Portal વેબસાઇટ પર જાઓ.
‘સ્ટેપ3:- Register’ વિકલ્પ પર ક્લિક કરીને નવું લોગીન બનાવો.

સ્ટેપ4:- જરૂરી વિગતો નાખી, મોબાઈલ નમ્બર વેરિફાય કરી Citizen Login બનાવવા.
સ્ટેપ5:- Citizen Profileમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ અને માહિતી ભરી “Update Profile” પર ક્લિક કરો.
સ્ટેપ6:- Citizen Login દ્વારા “Scholarship Option” પસંદ કરીને અરજી કરો.
વિવિધ કાસ્ટ વર્ગ માટેની શિષ્યવૃત્તિ યોજનાઓ
SC શિષ્યવૃત્તિ યોજનાઓ
- પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- ફ્રીશીપ કાર્ડ
- ભોજન બિલ સહાય
- એમ.ફિલ અને પીએચડી માટે ફેલોશીપ
ST શિષ્યવૃત્તિ યોજનાઓ
- મેડિકલ અભ્યાસક્રમો માટે સહાય
- પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- ટ્યુશન સહાય, ભોજન સહાય
- પીએચડી માટે ફેલોશીપ
SEBC/EBC/NTDNT માટે શિષ્યવૃત્તિ
- પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- ટેબ્લેટ સહાય
- મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા માટે સહાય
- સ્વામી વિવેકાનંદ સ્ટાઈપેન્ડ યોજના
નિષ્કર્ષ
Digital Scholarship Gujrat 2024-૨૫ ના આ લેખમાં તમે જોયું કે કેવી રીતે અરજી કરવની રહેશે. લેખમાં તમને સંપૂર્ણ માહિતી આપેલ છે જેમ કે યોજનાનો હેતુ, યોજના પાત્રતા, જરૂરી દસ્તાવેજ, અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપેલ છે જેથી સહતાથી અરજી કરી શકો આશા છે આ લેખ તમને મદદ રૂપ થયો હશે. આવી જ માહિતી માટે ikhedutinfo .com ની નિયમિત મુલાકાત લો.
મહત્વની લીંક
ઓફિશ્યિલ વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |