PM Surya Ghar Yojana 2024| સબસિડી, લાભો અને ઓનલાઇન અરજી પ્રક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટમાં રૂફટોપ સોલર પેનલ યોજનાની જાહેરાત કરી હતી જે હવે પીએમ સૂર્ય ઘર યોજના તરીકે જાણીતી છે. આ યોજનાથી દેશના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ મળશે. આ લેખમાં, અમે આ યોજનાની સંપૂર્ણ વિગતો, યોગ્યતા, અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની માહિતી પ્રદાન કરી રહ્યા છીએ.આવી જ માહિતી માટે નિયમિત ikhedutinfo .com વેબસાઈટ મુલાકાત લો.

PM Surya Ghar Yojana 2024

પીએમ સૂર્ય ઘર યોજના શું છે?

PM Surya Ghar Yojana 2024 હેઠળ નરેન્દ્ર મોદીએ એક કરોડ ઘરઓ માટે 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાની યોજના શરૂ કરી છે. ભારત સરકાર દ્વારા 75000 કરોડનું રોકાણ કરીને ત્રણ વર્ષમાં સોલર પેનલ લગાવવાની યોજના છે. આ યોજનાના લાભાર્થીઓને સબસિડીનો પણ લાભ મળશે, જેની વિગત આગળ આપવામાં આવી છે.

યોજનાનું નામપીએમ સૂર્ય ઘર યોજના 2024
પ્રારંભ તારીખ13 ફેબ્રુઆરી 2024 
પ્રારંભ કરનારવડાપ્રધાન નરેન્દ્ર મોદી 
વિભાગ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ
લાભાર્થીદેશના નાગરિકો
લક્ષ્યાંકિત લાભાર્થીઓની સંખ્યા1 કરોડ પરિવાર
અરજી કરવાની રીતઓનલાઈન
ઓફિશ્યિલ વેબસાઈટનીચે આપેલ છે

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડી (PM Surya Ghar Yojana Subsidy)

સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર પોર્ટલ પર જણાવ્યા મુજબ, 1 કિલો વોટ સોલર પેનલ માટે 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, અને વધુમાં વધુ બે કિલો વોટ માટે આ સબસિડી લાગુ થશે.

 ઉદાહરણ

 2 કિલો વોટ પેનલ માટે: ₹60,000 સબસિડી.
3 કિલો વોટ પેનલ માટે:પ્રથમ બે કિલો વોટ માટે ₹60,000 અને ત્રીજા માટે ₹18,000  કુલ ₹78,000.

Pm Surya Ghar Yojana 2024ના લાભો

 Surya Ghar Coverage: 3 વર્ષમાં 1 કરોડ ઘરોમાં સોલર પેનલ.

 Surya Ghar Subsidy: 2 કિલો વોટ સુધી 30,000 રૂપિયા પ્રતિ કિલો વોટ.

 Employment Generation: રોજગારીની તકોમાં વધારો.

 Zero Electricity Bill: 300 યુનિટ સુધી મફત વીજળી.

 પીએમ સૂર્ય ઘર યોજનાની પાત્રતા (Eligibility Criteria)

 નાગરિકતા: ફક્ત ભારતના નાગરિકો પાત્ર.

 સરકારી નોકરી: પરિવારના કોઈ પણ સભ્યે સરકારી નોકરીમાં ન હોવું જોઈએ.

 આવક મર્યાદા: વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

 લાઈટ બિલ: જો 300 યુનિટથી વધુ બિલ આવે છે તો લાભ મળતો નથી.

PM Surya Ghar Yojana ના જરૂરી દસ્તાવેજો

1. આધાર કાર્ડ

2. રાશનકાર્ડ

3. લાઈટ બિલ

4. બેંક ખાતા ની વિગત

5. કન્ઝ્યુમર નંબર

PM Surya Ghar Yojana માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Step 1: સૌથી પહેલા ગૂગલ સર્ચ ઓપન કરો અને pm surya ghar વેબસાઈટ ખોલો.

pm suryaghar yojana 2024

Step 2: હોમપેજ પર Apply for Rooftop Solar લિંક પસંદ કરો અને જરૂરી માહિતી ભરો.

Step 3: રજીસ્ટ્રેશન બાદ લોગિન કરી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ઉમેરો.

Step 4: એપ્લિકેશન એપ્રુવલ બાદ, સ્થાનિક વેન્ડર સાથે સંપર્ક કરીને સોલર પેનલ ઇન્સ્ટોલ કરાવો.

Step 5: નેટ મીટર માટે અરજી કરો.

Step 6: કમિશનિંગ સર્ટિફિકેટ મેળવો.

Step 7: બેંક ખાતાની માહિતી આપો.

Step 8: સબસિડી માટે મંજુરી મળતા જ 30 દિવસમાં બેંકમાં સબસિડી જમા થશે.

નિષ્કર્ષ

પીએમ સૂર્ય ઘર યોજના 2024 એ ઘરેલુ વીજ પુરવઠા માટે સસ્તી અને સ્વચ્છ ઊર્જા પ્રદાન કરવાની એક મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજનાથી લોકોને મહિને 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ મળશે, જેનાથી લાઈટ બિલમાં ઘટાડો થશે અને દેશભરમાં સોલર ઉર્જાના ઉપયોગમાં વધારો થશે. આશા રાખું છું આ લેખ તમને મદદ રૂપ થશે. આવી જ માહિતી માટે નિયમિત ikhedutinfo .com વેબસાઈટ મુલાકાત લો.

મહત્વની લિંક

ઓફિશ્યિલ વેબસાઈટઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો

PM Surya Ghar Yojana 2024, Solar Panel Subsidy Scheme, Rooftop Solar Panel Scheme, How to Apply for PM Surya Ghar Yojana, Government Schemes for Free Electricity, pm surya ghar yojana gujarat, pm surya ghar yojana online apply 2024, pm surya ghar yojana official website, pm surya ghar yojana online apply.

Scroll to Top