Beauty Parlor Assistance Scheme – બ્યુટી પાર્લર રૂ. 11,800/- ની કીટ સહાય

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

ગુજરાત સરકાર લોકોના હિત માટે અનેક યોજનાઓ ચલાવે છે, તેમામાંથી એક છે Beauty Parlor Assistance Scheme 2024 . આ લેખમાં, આ યોજના વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો ઉદ્દેશ્ય

Beauty Parlor Scheme ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત ચાલાવવામાં આવે છે. આ યોજના હેઠળ, રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકોને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે 11,800 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.

યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે, આર્થિક રીતે નબળા લોકો, જેમને પોતાનો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવો છે પણ પૂરતા પૈસા ના હોવા થી ધંધો ચાલુ નથી કરી શકતા, તેવા નાગરિકોને આર્થિક મદદ દ્વારા આત્મનિર્ભર બનાવવી.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના - Beauty Parlor Assistance Scheme 2024

પાત્રતા અને શરતો

જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે, તેમના માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરાઈ છે.

પાત્રતાઓ

– લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.

– લાભાર્થી પાસે BPL કાર્ડ હોવું આવશ્યક છે.

– પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો જ લાભ મેળવશે.

– ગ્રામિણ વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 રૂપિયા સુધી હોવી જોઈએ.

– શહેરી વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક 1,50,000 રૂપિયા સુધી હોવી જોઈએ.

Beauty Parlor Scheme 2024

વિષયમાહિતી
યોજનાનું નામબ્યુટી પાર્લર કીટ સહાય યોજના
લાભાર્થીપછાત અને આર્થિક રીતે નબળા નાગરિકો
સહાય રકમરૂ. 11,800/-
પાત્રતાગુજરાત રાજ્યના નાગરિક, BPL કાર્ડ ધારક
આવક મર્યાદા (ગ્રામીણ)રૂ. 1,20,000/-
આવક મર્યાદા (શહેરી)રૂ. 1,50,000/-
અરજી પ્રક્રિયાઓનલાઇન e-kutir પોર્ટલ મારફતે

યોજનાનો લાભ

આ યોજનામાં લાભાર્થીને બ્યુટી પાર્લર કીટ માટે 11,800 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે.

અરજી કરવાની રીત

આ યોજનામાં અરજી ઑનલાઇન કરવી જરૂરી છે.

Beauty Parlor Scheme 2024 અરજી કરવાની પ્રક્રિયા:

1. સૌપ્રથમ, Google માં “e-kutir-portal” સર્ચ કરો.

2. e-kutir portal ના હોમ પેજ પર “માનવ કલ્યાણ યોજના” ક્લિક કરો.

3. લોગિન માટે, જો પહેલાથી આ વેબસાઇટ પર અરજી કરી હોય તો user id અને password તૈયાર રાખો.

4. ત્યારબાદ, અરજી ફોર્મ ભરવું પડશે.

5. માગ્ય મુજબની વ્યક્તિગત માહિતી ભરીને “Save & Next” કરો.

6. “Beauty Parlor Scheme 2024” પસંદ કરો.

7. શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રો સાથે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

8. નિયમો વાંચીને “Confirm Application” પર ક્લિક કરો.

9. અરજી પૂર્ણ થયા બાદ મળેલો એપ્લિકેશન નંબર સાચવી રાખો.

આ રીતે તમે સહાય યોજનામાં ઑનલાઇન અરજી કરી શકો છો.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Scroll to Top