શું તમે માનવ ગરિમા યોજના માટે ઑનલાઇન અરજી કરવા માંગો છો? આ યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર શરૂ કરવા માટે સાધન સહાય આપવામાં આવે છે. અહીં અમે તમને Manav Garima Yojana વિશેની વિગતો પૂરી પાડીશું જેથી તમે સરળતાથી આ યોજના માટે અરજી કરી શકો.આ લેખ તમને જાનવીશું કે આ યોજનામાં અરજી કેવી રીતે કરવી, જરુરી દસ્તાવેજો , યોજનાની લાયકાત અને યોજનાનું સ્ટેટ્સ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આ લેખ માં સમજાવી છે, તેથી આ લેખને અંતઃ સુધી જોવો એવી વિનંતી છે. આવી જ માહિતી માટે નિયમિત ikhedutinfo.com ની મુલાકાત લો.
માનવ ગરિમા યોજનાનો હેતુ – Manav Garima Yojana Gujarat
માનવ ગરિમા યોજના ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ છે સમાજના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર શરૂ કરવા માટે સાધન સહાય પૂરી પાડવી. આ (માનવ ગરિમા યોજના) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

Manav Garima Yojana Gujarat – માટે પાત્રતા
- કાયમી નિવાસી: અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- સામાજિક વર્ગ: અરજદાર sc/st/obc કેટેગરીના સભ્ય હોવા જોઈએ.
- આવકની મર્યાદા: ગરીબી રેખા (BPL) હેઠળના આર્થિક વર્ગનો હોવો જોઈએ.
- આવક મર્યાદા: ગ્રામીણ ક્ષેત્ર માટે રૂ. 1,20,000/- અને શહેરી ક્ષેત્ર માટે રૂ. 1,50,000/- કરતા ઓછું.
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના 2024 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | ઓનલાઈન |
પાત્રતા | sc/st/obc કેડેગરીના પાત્ર લોકો |
શરૂ તારીખ | 01/04/2023 |
લાભ | 28 પ્રકારની ટૂલ કિટ સહાય |
ઓફિશ્યિલ વેબસાઈટ | નીચે આપેલ છે |
માનવ ગરિમા યોજનાની ખાસિયતો
- મહત્વપૂર્ણ તથ્ય: માનવ ગરિમા યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે ટૂલ કીટ્સ આપવામાં આવે છે.
- સરકારનો પ્રયાસ: આ યોજનાનો હેતુ છે, ગરીબ વર્ગોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવો.
ટૂલ કીટ્સ ધરાવતા વ્યવસાયોની સૂચિ – Manav Garima Yojana Gujarat
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સિસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા
- e-kutir.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- હોમ પેજ પર “Commissioner of Cottage and Rural Industries” વિકલ્પ પર ક્લિક કરો.
- માનવ કલ્યાણ યોજનાના વિકલ્પને પસંદ કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- “સબમિટ” પર ક્લિક કરો.
Manav Garima Yojana Gujarat – જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- જાતિનો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અનુભવનું પ્રમાણપત્ર
- સ્વ-ઘોષણાપત્ર
- બાંહેધરી પત્રક
- અરજીદારનો ફોટો
e-Kutir Gujarat સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

- e-kutir.gujarat.gov.in પર લૉગિન કરો.
- “Login to Portal” વિકલ્પ પસંદ કરો.
- UserId, Password અને Captcha Code નાખીને લૉગિન કરો.
- “યોર એપ્લિકેશન સ્ટેટસ” પર ક્લિક કરો.
- જરૂરી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.
માનવ ગરિમા યોજના માટે Helpline
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના હેલ્પલાઇન નંબર તમારા સિટી અને ગામના નીચે આપેલ છે
સમાપ્તિ
આ રીતે, Manav Garima Yojana Gujarat (માનવ ગરિમા યોજના) ગુજરાતના પછાત વર્ગોને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ છે. આ યોજના હેઠળ મળતી ટૂલ કીટ્સ અને અન્ય લાભો માટે સમયસર અરજી કરો.આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો! આ લેખ તમને મદદ રૂપ થયો હશે. આવી જ માહિતી માટે ikhedutinfo .com ની નિયમિત મુલાકાત લો.
મહત્વની લિંક
ઓફિશ્યિલ વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
Manav Garima Yojana, Gujarat Government Scheme, Online Application Manav Garima, Manav Garima Eligibility, E-Kutir Gujarat Status