Power Tiller Sahay Yojana 2024 – Gujarat

પાવર ટીલર સહાય યોજના 2024

પ્રધાનમંત્રીએ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અનેક લાભકારી યોજનાઓ શરૂ કરી છે. આ જ સંદર્ભમાં, ગુજરાત રાજ્ય સરકાર Power Tiller Sahay Yojana અંતર્ગત ખેડૂતોને આધુનિક ખેતી સાધનો પર સહાય આપે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે ખેડૂતોના ખેતરોમાં ઉત્પાદન વધારવો અને ખર્ચમાં ઘટાડો લાવવો.

યોજનાનો હેતુ

ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા આ Power Tiller Sahay Yojana વિકસાવવામાં આવી છે. Power Tiller નો ઉપયોગ કરીને ખેડૂતોને ઝડપી પાક ફેરફાર અને ખેતીમાં કાર્યક્ષમતા વધારવાની અપેક્ષા છે. આ યોજનાનો ઉદ્દેશ છે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવો અને નવી ખેતીની ટેકનોલોજી તરફ પ્રોત્સાહન આપવું.

વિષયવિગતો
યોજનાનો હેતુખેડૂતોના ઉત્પાદનને વધારવો અને ખર્ચમાં ઘટાડો લાવવો
પાત્રતાગુજરાતનો વતની, જમીન ધરાવનાર, અને ખેડૂત હોવો જોઈએ
લાભપાવર ટીલર પર રાજ્ય દ્વારા સબસિડી 
દસ્તાવેજો7/12 નકલ, જ્ઞાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ, વગેરે
ઓનલાઇન અરજીIkhedut Portal પર ઓનલાઇન અરજી
અરજી સ્થિતિ તપાસોઅહીંયા ક્લિક કરો
Power Tiller Sahay Yojana 2024 - Gujarat

અધિકાર માપદંડ

Power Tiller Sahay Yojana નો લાભ લેવા માટે નીચેના માપદંડો પૂર્ણ કરવાના જરૂરી છે:

– લાભાર્થીને ગુજરાતનો વતની હોવો જોઈએ.

– ખેતીમાં વ્યસ્ત હોવું જોઈએ.

– પાવર ટીલર ખરીદવા માટે અમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક પાસેથી ખરીદી કરવી.

– ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.

– અરજદાર નાનો, મધ્યમ કે મોટો ખેડૂત હોવો જોઈએ.

– અરજી ikhedut portal પર ઓનલાઈન કરવાની રહેશે.

– જમીનનો 7/12 ફોર્મ આપવો પડશે.

મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ ખેડૂતોને Power Tiller ખરીદવા પર રાજ્ય સરકાર તરફથી સબસિડી મળે છે. આ સહાય રકમ ખેતીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

Power Tiller Sahay Yojana હેઠળ ખેડૂતોને મળવાપાત્ર લાભો નીચે મુજબ છે:

ક્રમસ્કીમમળવાપાત્ર લાભ
1HRT-14 (MIDH-TSP)અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે
2HRT-2સામાન્ય ખેડુતને ખર્ચના 40 ટકા મુજબ રૂ. 0.45 લાખ/એકમ બેમાંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે
3HRT-3 (અનુસુચિત જનજાતિ માટે)અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે
4HRT-4 (અનુસુચિત જાતિ માટે)અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે
5HRT-9સામાન્ય ખેડુતને ખર્ચના 40 ટકા મુજબ રૂ. 0.45 લાખ/એકમ બેમાંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે
6HRT-13 (MIDH-SCSP)અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે

 જરૂરી દસ્તાવેજો

Power Tiller Sahay Yojana માટેની અરજીએ નીચેના દસ્તાવેજો આપવાના જરૂરી છે:

– જમીનનો 7/12 નકલ

– જ્ઞાતિ પ્રમાણપત્ર (જરૂર હોય ત્યારે)

– રેશનકાર્ડની નકલ

– આધારકાર્ડની નકલ

– વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જરૂર હોય ત્યારે)

– મોબાઇલ નંબર

– બેંક ખાતાની વિગતો

Power Tiller Sahay Yojana ઓનલાઇન અરજી કરવાની રીત

ખેડૂતોએ Power Tiller Scheme માટેની અરજીઓ Ikhedut Portal પર ઓનલાઈન ભરવાની છે. અરજી માટેની પ્રક્રિયા આ મુજબ છે:

1. Google પર “ikhedut” શોધવું.

2.  https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

3. “યોજના” પર ક્લિક કરો.

Power Tiller Sahay Yojana 2024 - Gujarat

4.જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર ખેતીવાડીની યોજના પસંદ કરવી.

Power Tiller Sahay Yojana 2024 - Gujarat

4. જે ખોલ્યા બાદ 44 યોજના બતાવશે તેમાં ક્રમ નંબર ૧૪ માં પાવર ટેલર તેની પાર ક્લિક કરો

5. જેમાં પાવર ટીલર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ ‘અરજી કરો’ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવી પડશે.

6. હવે તમે રજીસ્ટર કરેલ અરજદાર ખેડૂત છો? જો પહેલા રજીસ્ટ્રેશન કરેલું હોય તો ‘હા’ પસંદ કરો, અને જો ન કરેલું હોય તો ‘ના’ પસંદ કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરો.

Power Tiller Sahay Yojana 2024 - Gujarat

7. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ Captcha ઇમેજ સબમિટ કરવી પડશે.

8. જો લાભાર્થીએ iKhedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો ‘ના’ પસંદ કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

9. ખેડૂતે ઓનલાઈન અરજી ફોર્મમાં સંપૂર્ણ અને ચોક્કસ માહિતી ભરીને પછી અરજી સેવ કરવાની રહેશે.

10. અરજી કર્યા પછી, લાભાર્થી ખેડૂતે ફરીથી વિગતો ચકાસીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.

11. ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ થયા પછી કોઈપણ પ્રકારનો સુધારો શક્ય નથી.

12. છેલ્લે, ખેડૂત પોતાના અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.

અરજીની સ્થિતિ કઈ રીતે તપાસવી?

યોજના અંગેની સ્થિતિ તપાસવા માટે Ikhedut Portal પર જવું અને “અરજીનું સ્ટેટસ તપાસવા માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરવું.

આ રીતે, Power Tiller Sahay Yojana  દ્વારા ખેડૂતોને વધુ સક્ષમ બનવામાં અને તેમના ખેતીના કાર્યને સરળ બનાવવામાં મદદ મળશે.

આ લેખ દ્વારા Power Tiller Sahay Yojana, ikhedut, ikhedut portal, અને ikhedut yojana અંગે જરૂરી માહિતી ઉપલબ્ધ છે, જે ખેડૂતોએ પોતાની ખેતીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

મહત્વ લિંક

અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો
Scroll to Top